સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Friday, April 19, 2013

જય જય ગરવી ગુજરાત

  જય જય ગરવી ગુજરાત

આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની…

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

ભણતરની ભુખ


ભણતરની ભુખ.....!

રસ્તા તણી વાટમાં ચોપડી પેન તણી હાથમાં,
જો હોય મન મક્કમ તો ભણવા જવાય છે ફૂટપાથમાં,
તાપ પડે કે ભલે પડે તડકો અક્સર કાયામાં
રોજી રળીને જવું છે આ ગગનવિહારી છાયામાં,
જરૂર નથી વૈભવી વિલાસ કે ભૌતિક રાચરચીલાની
કુદરતની ભૌતિક બાબતો જે મારા ભણતરના પાયાની
ડર નથી કે સંકોચ નથી  મને મારી જાત પર
પ્રેરણા બનવું છે મારા મલકની નારી જાત પર
મને ખબર છે કે બાળપણની છત્રછાયા રઝળતી જાય છે
તો પણ ભણતરની આ ભુખ મને અહીં લાવી જાય છે.
આ  ભણતરની ભુખ....

Thursday, April 18, 2013

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો

શિક્ષકમિત્રો,અહીં ધોરણ ૧ થી ૮ ના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો મૂકવાનો પ્રયત્ન કરે છે. તમામ મૂલ્યાંકન પત્રકો માઈક્રોસોફ્ટ એક્સેલમાં તૈયાર કરેલ છે. પત્રકની એક ફાઈલ ૩૦ બાળકો માટેની છે.૩૦ થી વધુ બાળકો માટે બીજી ફાઈલ બનાવવાની જરૂર પડશે.પત્રકમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવેલ હોઈ બાળકની વિગત એક જ વખત લખવાની જરૂર છે.પત્રકમાં ક્યાંય સરવાળા કે કોઈ ગાણિતિક ગણતરી કરવાની જરૂર નથી. ગ્રેડ ઓટોમેટિક મૂકાય તેવી વ્યવસ્થા કરેલ છે. તમામ પત્રકોમાં શ્રુતિ ફોન્ટનો ઉપયોગ કરી તૈયાર કરેલ છે.તૈયાર કર્યા બાદ આં ફોન્ટને શ્રી ૭૫૦ ફોન્ટમાં કન્વર્ટ કરેલ છે. આથી આ ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે.ફોન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. અંતમાં પીડીએફ ફોર્મેટમાં પણ પત્રકો આપવામાં આવેલ છે. જેનો પણ આપ ઉપયોગ કરી શકો છો. 


                                         ૧. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૩
                                         ૨. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૪ 
                                         ૩. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૫
                                        ૪. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ અને૭ 
                                        ૫. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૮

૫. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૧ થી ૫ 
૬. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ થી ૮

C.C.C. પરિક્ષા સાહિત્ય

C.C.C. માટે ક્મ્પ્યુટર બુક