I am Hasmukh panchalASSI TEACHER as a shekhpipariya primary school Ta.Lathi Di.Amreli Gujarat in India."JAY JAY GARVI GUJARAT"jay ho shekhpipariya
લાઠી
લાઠીની સ્થાપનાની કોઈ કડી ઉપલબ્ધ નથી.પરંતુ દંતકથા અનુસાર "" ગાંગલી-ધાંચણ ""નું રાજય હતુ. ત્યારે લાઠી ""ધુતારપુરી"" નામે પ્રખ્યાત હતુ તેમજ આ રાજય અને રાજયકર્તાનું જોડાણ ઉજજૈનના રાજા વીર વિક્રમ સાથે હોવાનું મનાય છે.
લાઠીના તોરણ કયારે બંધાયા અને કોણે બાંધ્યા એ ઇતિહાસ કડી તો લુપ્તવત્ત છે. કહેવાય છે કે ગોહિલ રાજીવઓએ અહીં ગાદી સ્થાપી તે પહેલા મુસલમાન સેતા ગીરાસદારોનું અધિપત્પ હતુ. ગોહિલ રાજપુતોએ જબરુ આક્રમણ કરીને જીતી લીધેલ લાઠી નગરમાં આજે પણ સેતા દરબારોનો મોટો વાસ છે.
લાઠીની સ્થાપનાની કોઈ કડી ઉપલબ્ધ નથી.પરંતુ દંતકથા અનુસાર "" ગાંગલી-ધાંચણ ""નું રાજય હતુ. ત્યારે લાઠી ""ધુતારપુરી"" નામે પ્રખ્યાત હતુ તેમજ આ રાજય અને રાજયકર્તાનું જોડાણ ઉજજૈનના રાજા વીર વિક્રમ સાથે હોવાનું મનાય છે.
લાઠીના તોરણ કયારે બંધાયા અને કોણે બાંધ્યા એ ઇતિહાસ કડી તો લુપ્તવત્ત છે. કહેવાય છે કે ગોહિલ રાજીવઓએ અહીં ગાદી સ્થાપી તે પહેલા મુસલમાન સેતા ગીરાસદારોનું અધિપત્પ હતુ. ગોહિલ રાજપુતોએ જબરુ આક્રમણ કરીને જીતી લીધેલ લાઠી નગરમાં આજે પણ સેતા દરબારોનો મોટો વાસ છે.
મેવાડ રાજસ્થાનથી સ્થળાંતર કરી અહીં આવેલ હિન્દુ રાજપુતોએ પાદરમાં આવેલ ગાગડીયો નદીના તટ પર બીરાજેલ મુસ્લીમ સંત બહાઉદીન પીરની સલાહ અને મદદથી આ રાજય ગાંગલી-ધાંચણ પાસેથી જીતી લીધુ હતુ અને લાઠી નામ આપી રાજય કર્યુ. મુસ્લીમ સંતનું શિષ્યત્વ સ્વીકારવાને કારણે આ રાજપુતો મુસ્લીમ સેતા દરબાર તરીકે જાણીતા થયેલ હતા.
અરઠીલા રાજય કે જે સાવરકુંડલા અને રાજુલાની વચ્ચે આવેલ હતુ.તેના રાજવી રાણોજી પર જુનાગઢના રા"માંડલીકે ચઢાઈ કરીને રાજય પડાવી લેતા રાણોજીના પુત્ર સારંગજીએ લાઠીના સેતા દરબારને હરાવી રાજય જીતી લઈ લાઠીમાં વૈશાખ સુદ ત્રીજના શુભ દિવસે ગોહિલ વંશની સ્થાપના કરી.
અરઠીલા રાજયનો અંત થયો ત્યારથી ભીમાજીના પુત્ર દુદાજીએ લાઠીમાં રાજગાદી સ્થાપી. દુદાજીના નાના ભાઇ હમીરજી સોમનાથની સખાતે ગયા અને સ્વધર્મ રક્ષા કાજે શહિદ થયા. એ વિરયશ ગાથા કવિઓએ મોકળા મને ગાઇ છે. સ્વયં કવિ કલાપીએ સમર્થ વિર પુર્વજના જીવનને અનુલક્ષીને "" હમીરજી ગોહિલ "" નામે મહાકાવ્ય લખ્યુ છે. ભુતકાળની સાક્ષી પુરતો કિર્તી સ્થંભ સમો પાળીયો આજે પણ સોમનાથ ના મંદિર પાસે ઉભો છે.
સારંગજીની રરમી પેઢીએ લાઠીમાં લાખાજીનું રજય હતુ. લાખાજી પછી દાદાજી રાજ ઉર્ફે અમરસિંહજી ગાદીએ આવ્યા. પણ અલ્પકાળમાંજ અવસાનથી ગાદી તેમના નાના ભાઇ તખ્તસિહંજીને મળી તેની ત્યાં સુરસિંહજી (કવિ કલાપી) જનમ્યા કલાપીના નામ સાથે જોડાયા પછી જ લાઠીનં નામ ઇતિહાસમાં અમરતાને વર્યુ છે. સુરસિંહજી કે જેઓનો જન્મ વિ.સ. ૧૯૩૦ની મહાસુદ નોમ (ઈ.સ.૧૮૭૪ની છવ્વીસમી જાન્યુઆરી) ના દિવસે થયેલ તથા નાની વયે ઈ.સ. ૧૯૦૦માં મળત્યુ પામેલ હતા. તેઓ કવી કલાપી તરીકે જગપ્રસિઘ્ધ પામેલ છે.
સારંગજીના છવ્વીસમાં વંશજ પ્રહલાદસિંહજી સુધીના રાજવીઓએ લાઠી પર રાજય કર્યુ. ત્યારબાદ ભારતીય સંધમાં લાઠી સ્ટેટ વિલીન થયુ. ભવ્ય અને વિશાળ રાજમહેલો તો બધા રાજવી ઓ બાઁધતા. લાઠી નગરની પિüમે નદીના કિનારા પર વિશાળ પરિસરમાં લાઠીના રાજ વંશીઓના વિવિધ નિવાસો બંધાયેલા મધ્યમાં મુખ્ય રાજમહેલ દરબાર ગઢ પણ હશે. આજે એમાના ધણા ધ્વસ્ત થઇ ચૂકયા છે. આરામ મહેલ, લીલો બંગલો, કવિકલાપીનો સાહિત્ય દરબાર ભરાતો એ રંગમહેલ પ્રતાપવિલાસ મહેલ, અમરવિલાસ મહેલ, આજે જર્જર અવસ્થામાં પણ ભુત કાલીન ભવ્યતાની સુગંધ ફોરે છે.
નગર ચાર દિશામાં ચાર ભવ્ય દરવાજાની બાંધણીએ લાઠીની વિશેષતા છે. ઉત્તરમાં ચાવંડ દરવાજો લાઠી નગરનું મુખ્ય પ્રવેશ દ્વાર છે એની બાંધણી બહાર અને અંદરની બાજુએ નોખીનોખી ભાત પાડી કલાત્મક સાથે ભવ્યતાનો અનુભવ કરાવે છે. આ દરાવાજાથી એક કીલોમીટર દુર રેલ્વે સ્ટેશન છે. જયાં ગો઼ંડલ મહારાજા ભગવતસિંહજીની છબી પર ગોંડલ સંસ્કૃતિ સર્જક સાર્થક મુદરા અંકિત છે. પિüમ દિશાનો ગાગડીયા નદી તરફનો દરવાજો આજે નષ્ટ થઇ ગયો છે. પણ જયારે બંધાયો ત્યારે તેના તોતીંગ કમાડ ચિત્તલનો ગઢ જીતીને લાવેલા તે વિજેતા રાજવીની કિર્તી ધ્વજા ફરકાવતો.
પુર્વ દિશાનો સાગોરા પીર નો દરવાજો બધી રીતે વધારે ધ્યાનાકર્ષક છે. કોઇ ઓલીયા શાહગોરા પીર મુંજાવરની વાવ અહીં છે. દક્ષિણે લુવારીયા દરવાજો અડીખમ ઉભો છે. એની બહાર નિકળતાજ રાજસ્મશાન આવે છે. જયાં રાજવી કવિ કલાપીની સમાધી ઉભી છે. કલાપીના નામ સાથે જોડાઇને લાઠી સાહિત્ય ક્ષેત્રમાં અમર થળ ગયુ છે. શ્રી હરીકૃષ્ણ વ્યાસનુ નામ લાઠીના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાય તેવુ છે. જીવનભર પ્રાથમિક શિક્ષક તરીકે જીવન ભર નોકરી કરી ગરીબીમાં સતત ઝઝુમેલા શ્રી હરીકૃષ્ણભાઇ પ્રખર વિજ્ઞાની હતા ગુજરાતી લધુલીપી ની તેમની શોધ આજે પણ અદ્વિતીય છે.
સ્વ. દેસુરદાદા ડાંગરની પાંચ ફૂટ આંઠ ઇંચની લાંબી મુછોનું પ્રદર્શન છેક અમેરીકા થયુ હતુ. લાઠીની કેટલીક વિશીષ્ટ લોકવાયકાઓ જનમાનસમાં ધર કરીને પડેલી છે. કાઠીયાવાડમાં દરેક સ્થાને પોતાની કોઇ વસ્તુ કે ખાસીયતથી ઓળખાય છે. લાઠીની શુળી જુના જમાનામાં ગુનેહગારોને મૃત્યુદંડ આપવાનું સ્થાન શુળી. લાઠીમાં પુર્વના દરવાજા પાસે મોજુદ હતી. લાઠીના દરબારી ચોકમાં દેદાનું સ્થાનક છે. ઉત્સવ વ્રતના દિવસોમાં ઉલ્લાસભેર ફરતી યુવાન કન્યાઓ પર બાદશાહની બુરી નજર પડી અને કન્યાઓને ઓરડે પુરી તેઓની કારમી ચીસો સાંભળી આહિર દેદમલજીએ એકલે હાથે જુલમીનો સામનો કરીને કન્યાઓને મુકત કરાવી પણ પોતે આ ધર્મ યુધ્ધમાં શહિદ થયા.THNKS TO JILLPANCHYAT AMRELI
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment