સંપૂર્ણ પ્રકૃતિ અને આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે. માનવ શરીર લઘુ બ્રહ્માંડ સ્વરૂપ છે. સંપૂર્ણ બ્રહ્માંડનું પ્રતિક આ માનવ શરીર પણ બ્રહ્માંડના સમાન જ પાંચ તત્વો ( અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી, જળ ) ના યોગથી બન્યું છે. મુદ્રા વિજ્ઞાનનો આધારભૂત સિધ્ધાંત એ છે કે, શરીરમાં આ પાંચ તત્વોમાં અસંતુલન અને વધ – ઘટ થવાથી રોગોની ઉત્પત્તિ થાય છે. અને પાંચ તત્વોમાં સમતા અથવા સંતુલન થવાથી આપણે સ્વસ્થ રહીએ છીએ.
માનવ શરીર પ્રકૃતિની સર્વોત્તમ રચના છે. અને હાથ સર્વથી અધિક મહત્વપૂર્ણ અંગ છે. હાથોમાંથી એક વિશેષ પ્રકારની પ્રાણ ઉર્જા શક્તિ – વિદ્યુત ચુંબકીય તરંગો જીવન શક્તિ નિરંતર નીકળતા રહે છે. એક્યુપ્રેશર ચિકિત્સા પદ્ધતિની માન્યતા એ છે કે, આપણું સ્વાસ્થ્ય આપણા હાથોમાં છે. અથવા આપણા હાથના બિંદુઓમાં સ્વાસ્થ્યની પૂંજી છુપાયેલી છે. આ હાથ શરીરના સ્વાસ્થ્ય નિયંત્રણ – કક્ષનું કામ કરે છે.
પંચતત્વ નિયંત્રક મુદ્રાઓ કેવી રીતે બનાવી શકાય ? :-
હાથોની આંગળીઓ એકબીજા સાથે વિશેષ પ્રકારથી મેળવવા, સ્પર્શ કરવા, દબાવવા અથવા મરોડવાથી વિભિન્ન પ્રકારની મુદ્રાઓ બને છે. આ પ્રકારે કેવળ આંગળીઓને એકબીજાની સાથે કોઈ વિશેષ સ્થતિમાં રાખવા કે પરસ્પર જોડવા ભરની ક્રિયા માત્રથી જ આપણે શરીરમાં જુદા – જુદા તત્વોનો પ્રભાવ આવશ્યકતા અનુસાર વધારી ઘટાડી શકીએ છીએ. અને આ આંગળીઓની મુદ્રાઓના નિયમિત અભ્યાસ દ્વારા તત્વોમાં સંતુલન લાવીને સ્વસ્થ રહી શકીએ છીએ.
આમ પ્રકૃતિની જેમ જ માનવ શરીરમાં પાંચ તત્વોનું સંતુલન છે. આ સંતુલન યોગ્ય ઔષધિઓના સેવન દ્વારા પણ લાવી શકાય છે. અને હાથની વિભિન્ન આંગળીઓના – મુદ્રાઓના અભ્યાસ દ્વારા પણ લાવી શકાય છે. મુદ્રાઓના યોગ્ય અભ્યાસથી સ્વાસ્થ્ય રક્ષા અને નિવારણ બંને સંભવ છે.
આરોગ્ય કારક મુદ્રાઓ :-
મુદ્રાઓ અસંખ્ય છે. એનો પ્રયોગ દેવી દેવતાઓની પૂજા, ઉપાસના, મંત્ર – તંત્ર, ધાર્મિક અનુષ્ઠાન, નૃત્ય, યોગ – સાધના વગેરેમાં થતો રહે છે. પરંતુ અહી એ જ મુદ્રાઓ પર પ્રકાશ નાખવામાં આવ્યો છે. મુદ્રાઓ માનવીની શારીરિક અને માનસિક ગરબડ દૂર કરવા તથા શારીરિક, માનસિક વિકાસ કરવામાં સહાયક થઇ શકે છે. અને તેનાથી લોકો પોતાના રોગોની રક્ષા – ચિકિત્સા સ્વયં કરી શકે છે.
જુદી-જુદી આંગળીઓ જુદા-જુદા તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે :- - અંગૂઠો — અગ્નિ
- તર્જની — વાયું
- મધ્યમા — આકાશ
- અનામિકા — પૃથ્વી
- કનિષ્ઠિકા — જળ
(1)મુદ્રા કોણ – ક્યારે કરી શકે?:-
મુદ્રાઓ આરોગ્યની દષ્ટિએ અત્યંત પ્રભાવશાળી છે. મુદ્રાઓ સ્ત્રી – પુરુષ – બાળક – વૃદ્ધ બધા જ કોઈ પણ અવસ્થામાં અને કોઈપણ સમયે કરી શકે છે. અને એના માટે ઉપાસના અને સાધનાના સમયે કરવામાં આવતી મુદ્રાઓની માફક આસન, વિશેષ મંચ, દિશા, સમય વગેરે કોઈપણ નિયમોનું બંધન નથી. આ મુદ્રાઓનું ચાલતા – ફરતા, સુતા – જાગતા, ઉઠતા – બેસતા, બસમાં યાત્રા કરતાં, ટેલિવિઝન જોતા, વાત – ચીત કરતા, સંસારિક કાર્ય કરતા સમયે જયારે પણ ઈચ્છા થાય ત્યારે કરી શકાય છે.
(2)મુદ્રા બનાવવા બંને હાથનું મહત્વ:-
મુદ્રાઓ બંને હાથે કરવી જોઈએ. એક હાથેથી મુદ્રાઓ કરવાથી પણ લાભ થાય છે. જેવી રીતે જ્ઞાન મુદ્રા. જમણા હાથથી જે મુદ્રા કરવામાં આવે છે એનો શરીરના જમણા અંગો પર પ્રભાવ પડે છે. અને ડાબા હાથથી જે મુદ્રાઓ કરવામાં આવે છે, તેનાથી ડાબી તરફના અંગો પ્રભવિત થાય છે.
(3)મુદ્રા બનાવતા સમયે સહજતા અને હલકાં દબાવ:-
મુદ્રામાં આંગળીઓનો સ્પર્શ કરતા સમયે દબાણ હલકું અને સહજ હોવું જોઈએ. શેષ આંગળીઓનો પરસ્પર સ્પર્શ અધિક મહત્વપૂર્ણ છે. શેષ આંગળીઓ સુવિધા અનુકુળ રહેવાથી પણ લાભ મળે છે.
(4)સમયની સીમા:-
કોઈપણ મુદ્રાનો અભ્યાસ દિવસભરમાં ઓછામાં ઓછી 45 મિનિટ સુધી બંને હાથો પર કરવી જોઈએ. ખાસ કરીને સાધકને માટે એ આવશ્યક છે. 45 મિનિટની સાધનાથી શારીરિક તત્વોમાં પરિવર્તન થવા લાગે છે. સાધારણ વ્યક્તિ અ મુદ્રાઓનો અભ્યાસ આરંભમાં 10 મિનિટથી શરુ કરીને એને અધિકથી અધિક એક કલાક સુધી વધારી શકે છે.
(5)સહેલો ઉપાય:-
જો કોઈ વ્યક્તિને માટે રોજ સતત 45 મિનિટ સુધી એક મુદ્રામાં રહેવું મુશ્કેલ પડે, તો તેના માટે એક સહેલો ઉપાય એ છે કે તે વ્યક્તિ મુદ્રાનો અભ્યાસ દરરોજ 15 મિનિટ સવારે અને 15 મિનિટ સાંજે નિયમિત કરે. આ વિધિથી પણ મનવાંછિત ફળ મળે છે. ભલેને એનો લાભ મળવામાં થોડો વધુ સમય લાગે.
(6)રોગ હોવાની દશામાં:-
રોગ થયો હોય તો આપ સુઈ જાવ અથવા બેસો અથવા અન્ય કોઈપણ સ્થિતિમાં હોવા છતાં પણ આપ એ રોગથી સંબંધિત મુદ્રાનો તાત્કાલિક પ્રયોગ કરી શકો છો. છતાં પણ કોઈ રોગ – વિશેષને માટે મુદ્રાનો વિશેષ સમય 45 થી 50 મિનિટનો છે. પરંતુ આવશ્યકતા કે સામર્થ્ય અનુસાર આપ એને ઓછી અથવા વધારે સમય સુધી કરી શકો છો. બીમારી જેટલી જુની હશે, એના ઇલાજમાં એટલો જ અધિક સમય લાગી શકે છે. છતાં પણ એક ક્ષણને માટે કરવામાં આવેલી મુદ્રાનો પ્રયોગ પણ શરીરની ભીતરમાં સુક્ષ્માતી સુક્ષ્મ સ્નાયુંમંડળમાં પ્રભાવશાળી કંપન ઉત્પન્ન કરવામાં સહાયક સિદ્ધ થાય છે.
કેટલીક મુદ્રાઓ રોગ દૂર થવાના સમય સુધી કરવી જ જોઈએ.જેવી રીતે શૂન્ય મુદ્રા અને વાયુ મુદ્રા. રોગ શાંત થયા બાદ તેને સતત લાંબા સમય સુધી કરવાથી હાની થવાની સંભાવના પણ હોય છે. તો કેટલીક મુદ્રાઓ સ્વેચ્છાનુસાર અધિકથી અધિક સમય સુધી કરવાનું હિતકર છે. જેમકે, પ્રાણ મુદ્રા, જ્ઞાન મુદ્રા, અપાન મુદ્રા, પૃથ્વી મુદ્રા.
(7)મુદ્રાઓનો પ્રભાવ:-
કેટલીક મુદ્રાઓ તાત્કાલિક પોતાનો પ્રભાવ દેખાડે છે. જેમકે, શૂન્ય મુદ્રા, અપાનવાયુ મુદ્રા. કેલિક મુદ્રાઓ દીર્ઘકાલીન છે. જે કંઇક લાંબા સમયના અભ્યાસ પછી પોતાનો સ્થાઈ પ્રભાવ પ્રગટ કરે છે. જ્ઞાન, અપાન, પૃથ્વી, અને પ્રાણ મુદ્રાનો જેટલો અધિક અભ્યાસ કરવામાં આવે, એટલો જ હિતકર પ્રભાવ પડે છે. વિશેષકર પ્રાણ મુદ્રાનો અભ્યાસ બધા જ સ્વસ્થ અને અસ્વસ્થ વ્યક્તિઓને માટે લાભપ્રદ છે. અને તેને ઈચ્છા અનુસાર કરી શકાય છે.
(8)મુદ્રાનો લાભ:-
અન્ય ઈલાજની સાથે સાથે પણ મુદ્રાનો પ્રયોગ કરી શકાય છે. મુદ્રાઓ દ્વારા સારવાર કોઈપણ પ્રકારના ઇલાજમાં અવરોધ નાખતી નથી. પરંતુ રોગોને શીઘ્ર શાંત કરવામાં સહાયક સિદ્ધ થાય છે. અન્ય ઔષધી લેવા છતાં પણ જો રોગી શ્રદ્ધાની સાથે મુદ્રા ચિકિત્સા પણ ચાલુ રાખે તો પણ અવશ્ય લાભ થશે. મુદ્રાના પ્રયોગ માં જો કોઈને વિશ્વાસ પણ ન હોય તો પણ મુદ્રા પોતાનું કાર્ય અવશ્ય બતાવશે.
(9)મુદ્રાથી તાત્કાલિક રાહત:-
શરીરમાં મુદ્રાના પ્રયોગથી એવા સૂક્ષ્મ પરિવર્તન કરવાનું સંભવ થઇ શકે છે કે જે વિજ્ઞાનથી બિલકુલ અસંભવ છે. કારણ કે શરીરની બધી જ સૂક્ષ્મ નાડી – કેન્દ્રો તથા ચક્રોની સ્વીચ બંને હથેળીઓમાં હોવાથી પ્રભાવિત થાય છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો _ કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેકનો હુમલો થઇ આવે, અને તેની પાસે તાત્કાલિક કોઈ પ્રભાવશાળી દવા નથી, એવી સ્થિતિમાં ડોક્ટર આવે તે પહેલા એ વ્યક્તિ તત્કાલ પોતાના હાથોથી અપાનવાયુ મુદ્રા કરે તો તેના પ્રભાવથી એલોપૈથીક ગોળી સોરબીટેટની માફક હૃદયની તરફ ચઢતો અને હૃદય પર દબાણ કરતો ગેસનો ગોળો નીકળી જવાથી તત્કાલ રાહત થાય છે.
આમ, શ્રધ્ધાની સાથે મુદ્રાભ્યાસ કરવાથી આપ નિશ્ચયથી રોગથી બચી શકશો. રોગી હોય તો સ્વસ્થ થઇ જશે, અને સામાન્ય રૂપથી સ્વસ્થ હોય તો અધિક સ્વસ્થ થઇ જશે.
શક્તિ મુદ્રા
મુદ્રા કરવાની રીત:
- બંને હાથની ત્રીજી અને ચોથી એટલે કે છેલ્લી આંગળીના ટેરવાં એકબીજાને અડાડો. અંગૂઠાને હાથની હથેળી તરફ વાળો અને તેની પછીની બંને આંગળીને અંગૂઠાની ઉપર ચિત્રમાં આપ્યા પ્રમાણે વાળી નજીક લાવી એકબીજાને અડાડી સહેજ દબાવો.
- ત્યાર પછી ઊંડો શ્વાસ અંદર લો ત્યારે તેને નાભી સુધી ઊંડે અંદર લઈ જાવ એટલે કે પેટના તળિયાથી નીચે સુધી લઈ જવો.
વિશેષ :-
શક્તિ મુદ્રા કરતી વખતે નીચે પ્રમાણે આંખો બંધ કરી ધ્યાન ધરવું : ” શાંતિ, સરળતા અને મૌન મારા શરીરમાં અને મનમાં વ્યાપી રહ્યા છે.”
સમયની સીમા :-
શક્તિ મુદ્રા દિવસમાં ત્રણ વખત બાર બાર મિનિટ માટે કરવી અથવા જરૂર પ્રમાણે કરવી.
લાભ :-
શૂન્ય મુદ્રા કાનના રોગો ને માટે વિશેષ ઉપયોગી છે. કાનનું દર્દ શરુ થતાં જ એને કરવાથી તત્કાલ અથવા ચાર - પાંચ મિનિટમાં જ કાનના દર્દમાં આરામનો અનુભવ થવા લાગે છે. અને થોડી જ મિનિટોમાં કાનના દર્દથી છૂટકારો મળી જાય છે.
શક્તિ મુદ્રા કરવાથી છાતીના નીચેના ભાગમાં હવા પહોંચી ફાયદો કરે છે. વળી પેટમાં ઊંડે સુધી શ્વાસ જતો હોવાથી ત્યાં પણ બધે વિશેષ ફાયદો કરે છે.
આ મુદ્રા ગમે તેવો ગુસ્સો શાંત કરવામાં ઝડપથી ફાયદો કરે છે.
દરેક જણને આ મુદ્રા શાંત કરે છે અને ઊંઘ લાવવી હોય ઊંઘી જઈ શકાય છે.
આ મુદ્રા વધારે પડતી કરવાથી આળસુ બની જવાય છે.
આ મુદ્રા કરવાથી બહેનોને માસિક તકલીફ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
રાત્રે સૂતી વખતે સૂતા પહેલા આ મુદ્રા કરવાથી મીઠી ઊંઘ આવી જાય છે.
અંત:કરણ મુદ્રા
મુદ્રા બનાવવાની રીત :-
તમારા બંને હાથની પાંચેય આંગળીઓના ટેરવાં ભેગા કરી દો. બંને હાથના ટેરવાં એકબીજા સાથે જોડી દો. અંગૂઠાના ટેરવાં પણ જોડીને તેની પછીની આંગળીની પાસે નજીકમાં રાખી દો. દસેય આંગળીઓનો શક્તિનો પ્રવાહ એક કરી દો. એકમાંથી બીજામાં આગળ અને આગળ તેને પ્રસરવા દો. બંને હાથની વચ્ચે પૂરતું અંતર હોવાથી તેમાં એટલે કે ખાલી જગ્યામાં શક્તિ ફરતી હોય તેવા આંદોલનો અનુભવી શકાશે.
રૂઆતમાં આ મુદ્રા કરતી વખતે તમારા બંને હાથની ભેગી કરેલી આંગળીઓ કપાળમાં રહેલા ત્રીજા લોચન સુધી લઈ જાવ. ત્યાં અડાડયા પછી તમારી બંને હથેળીઓ વચ્ચે જે ખાલી જગ્યા છે તેમાં બની શકે તેટલો સમય એકાગ્રતાથી જુઓ. આંખ મટકું મારે એટલે આ ક્રિયા પૂરી થઈ સમજવી.
ત્યાર પછી મુદ્રા સહિત બંને હાથને નીચે ઉતારી તમારી હડપચીની નીચે એક ઈંચ જેટલી નીચે રાખો. તમારા બંને હાથ છાતીમાં જ્યાં તમારા આત્માનું સ્થાન છે, તેની સામે આવી જશે.
આમ કરવાથી તમારા બંને હાથની હથેળીઓનો અંદરનો ભાગ તમારા આત્માના મંદિરરૂપ બની જશે.
ત્યારબાદ તમારા શ્વાસ પર ધ્યાન રાખો અને તમે વૈશ્વિક શક્તિ સાથે એક બની જવાની કલ્પના કરો.
વિશેષ :-
આ મુદ્રા કરતી વખતે નીચે પ્રમાણે આંખો બંધ કરી ધ્યાન ધરવું : “પ્રભુ ! મારા આ શરીરને મારા આત્માનું મંદિર બાનવી દે. અનંત શક્તિઓનો સંચાર કરી તેને મારા જીવનમાં ભરી દઈ મને મુક્તિને માર્ગે આગળ વધાર. પ્રભુ ! મને શક્તિ આપો, ભક્તિ આપો અને મુક્તિ આપો.”
લાભ :-
અંત:કરણ મુદ્રા કરતી વખતે બંને હાથની વચ્ચે જે શક્તિનો અનુભવ થાય છે તે શક્તિ અમુક પ્રકારની ઊર્જા પેદા કરશે. દિવ્ય શક્તિ આ ઊર્જામાં ભળી જઈ તમારા હૃદય સુધી પહોંચી ત્યાં દિવ્યજ્ઞાનને પ્રકટ કરશે, જે તમારું માર્ગદર્શક બનશે.
આ ક્રિયા કરતી વખતે દરેક વ્યક્તિને પોતાના પાછળના અનુભવ અને જ્ઞાન પ્રમાણે જુદું જુદું જાણવા મળશે. તમારા દટાઈ ગયેલા અવાજને વાચા આપશે. અને જાગ્રત કરશે.
આ મુદ્રા કરવાથી તમારામાં રહેલી અને તમે કદી ન અનુભવેલી શક્તિ પ્રગટ થશે અને તેનો પરિચય આપશે. દરેક વ્યક્તિને આ બાબતમાં જાતજાતના જુદા જુદા અપરિચિત અપેક્ષિત અનુભવો થશે. આ અનુભવો કેટલીક વાર આનંદ આપશે તો કેટલીક વાર દુ:ખનું કારણ પણ બનશે.
આ મુદ્રા કરતી વખતે પગ વાળીને કોઈ પણ આસનમાં બેસી શકાય તો તે વધારે ફાયદાકારક નીવડે છે. આ વખતે આ દશામાં શરીરમાં અનેક પિરામિડોની રચના આપોઆપ બની જાય છે. આમાંથી પ્રગટ થતી શક્તિ જે દિવ્ય હોવાથી સાધકને અનેક રીતે મદદરૂપ થાય છે. સાથે સાથે તમારું અંગેઅંગ પ્રાર્થનામાં જોડાઈ જાય છે.
આ મુદ્રા તમારી અંદરની દિવ્યતાને શોધી કાઢી, પ્રગટ કરીને કામમાં લગાડી દે છ
એકાગ્રતા મુદ્રા
મુદ્રા બનાવવાની રીત :-
બંને હાથની દસે આંગળીઓ એકબીજાના ટેરવાં સાથે જોડી દેવી.
વિશેષ :-
- આ મુદ્રા કરતી સમયે તમારી બંને આંખોને ઊંચી લઇ જઈ તમારા ઘરની છત ઉપર જોવું. અને તમારી જીભ તાળવા સાથે અડાડી દેવી. પછી શ્વાસ લેવો અને જયારે શ્વાસ છોડો ત્યારે જીભને નીચે લઇ આવવી. ત્યારપછી ઊંડો શ્વાસ લેવો અને તે સમયે અથવા તે પછી તમે જે ચીજને શોધતા હો તે ક્યાં મૂકી છે તેનો ખ્યાલ આવી જશે.
- આ મુદ્રા કરતી વખતે નીચે પ્રમાણે આંખો બંધ કરી ધ્યાન કરવું : “મારામાં રહેલી એકાગ્રતા એક મહાન શક્તિ છે.”
- આ મુદ્રા કર્યા પછી મહાબંધ મુદ્રા કરવાથી વધારે ફાયદો થાય છે.
સમયની સીમા :-
એકાગ્રતા મુદ્રા કોઈપણ સમયે, ગમે તેટલી વખત કરી શકાય છે.
લાભ :-
જયારે જયારે તમને ખ્યાલ હોય તેવી કોઈ ચીજ યાદ ન આવે અથવા તમારા હાથે કોઈ ચીજ ક્યાંક મુકાઈ ગઈ હોય અને તે ક્યાં મુકાઈ ગઈ છે તે યાદ ન આવે તે વખતે એકાગ્રતા મુદ્રા કરવાથી લાભ થાય છે.
આ ઉપરાંત કોઈ ચીજ પર તમારે લાંબો સમય માટે એકાગ્રતા કરવી હોય, એકધ્યાન બનવું હોય, સારા વિચારોને અમલમાં મૂકવા હોય, કે તમે જે વાંચ્યું હોય તે યાદ રાખવાની કોશિશ કરવી હોય તો આ મુદ્રા ઉપયોગી છે.
આ મુદ્રા પશ્ચિમ દિશામાં રાખીને કરવી. આ મુદ્રા દરેકને આશ્ચર્યકારક પરિણામો બક્ષે છે અને જયારે જયારે કંઈ પણ ભૂલી જવાથી પરિસ્થિતિ વિકટ બને ત્યારે આ મુદ્રા ઉપયોગમાં આવી શકે છે.
આ મુદ્રા દરેક મનુષ્યના જમણા અને ડાબા મગજ વચ્ચે સેતુસ્વરૂપ બની બંને મગજને ઝડપથી વ્યવસ્થિત કામ કરતા કરી દે છે. કેટલાક શિક્ષકો આ મુદ્રા તેમના વિદ્યાર્થીઓને કરવા માટે ખાસ ભલામણ કરે છે.
યાદશક્તિને કાર્યરત અને કાર્યદક્ષ બનાવવામાં આ મુદ્રા ઉપયોગી છે. આ મુદ્રા કરતી વખતે ઊંડા શ્વાસ લેવાથી ખૂબ ફાયદો થાય છે.
આ મુદ્રા કર્યા પછી જો લીંબુ, નારંગી અથવા ગુલાબની સુગંધ અથવા કોઈપણ સુગંધી છોડની સુવાસ લેવાથી ફાયદો વધી જાય છે.
આ મુદ્રા ફેફસાંની શક્તિ વધારે છે. મોટા આંતરડાને વધારે કાર્યરત બનાવે છે. અને શરીરમાં શક્તિનો સંચાર કરે છે.
જ્ઞાન મુદ્રા
મુદ્રા બનાવવાની રીત :-
હાથની તર્જની ( અંગૂઠાની સાથેની ) આંગળીનો આગળનો ભાગ અંગુઠાના આગળના ભાગની સાથે મેળવીને રાખવી, અને હલકું દબાણ આપવાથી જ્ઞાન મુદ્રા બને છે. દબાવવું જરૂરી નથી. બાકીની આંગળીઓ સહેજ રૂપથી સીધી રાખો.
વિશેષ :-
- આ અત્યાધિક મહત્વપૂર્ણ અંગૂલી – મુદ્રા છે. આ મુદ્રાનો સંપૂર્ણ સ્નાયુંમંડળ અને મસ્તક પર ઘણો હિતકારી પ્રભાવ પડે છે.
- જ્ઞાન મુદ્રા કોઈપણ આસન કે સ્થિતિમાં કરી શકાય છે. ધ્યાનના સમયે એને પદ્માસનમાં બેસીને કરવાનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.
- આ મુદ્રાને બંને હાથોથી, ચાલતા – ફરતા, બેસતા – ઉઠતા, જાગતા – સુતા, ગૃહસ્થીનું કાર્ય કરતા સમયે, આરામની ક્ષણોમાં જયારે ઈચ્છા થાય ત્યારે કોઈપણ સમયે, કોઈપણ સ્થિતિમાં અને ક્યાંય પણ કરી શકાય છે.
- આ મુદ્રાના નિયમિત અભ્યાસથી, હસ્તરેખા વિજ્ઞાનની દષ્ટિથી, જીવન રેખા અને બુધ રેખાના દોષ દૂર થાય છે. અને અવિકસિત શુક્ર પર્વતનો પણ વિકાસ સંભવ થાય છે.
સમયની સીમા :-
જ્ઞાન મુદ્રા અધિકથી અધિક સમય સુધી કરી શકાય છે. આ મુદ્રાને માટે સમયની કોઈ સીમા નથી.
લાભ :-
જ્ઞાન મુદ્રા સમસ્ત સ્નાયુમંડળને સશક્ત બનાવે છે. વિશેષ કરીને માનસિક તણાવના કારણે થવાવાળા દુષ્પ્રભાવો અને રોગ દૂર કરીને મસ્તકના જ્ઞાન તંતુઓને સબળ બનાવે છે.
જ્ઞાન મુદ્રાના નિરંતર અભ્યાસથી મસ્તકની બધી જ વિકૃતિઓ અને રોગો દૂર થઇ જાય છે. જેવા કે પાગલપણું, અન્ય મનસ્કતા કે ડીપ્રેશન, વ્યાકુળતા, ભય વગેરે. મસ્તક શુદ્ધ અને વિકસિત થાય છે. મન શાંત થઇ જાય છે. અને ચહેરા પર અપૂર્વ પ્રસન્નતા ઝળકવા લાગે છે.
ઉત્તેજના અને માનસિક તણાવમાંથી મુક્તિને માટે આ મુદ્રા લાજવાબ છે. તેમ જ આ મુદ્રા કરવાથી થોડી જ ક્ષણોમાં ક્રોધનું પણ શમન થાય છે.
જ્ઞાન મુદ્રા માનસિક એકાગ્રતાને વધારવામાં સહાયતા કરે છે. તર્જની આંગળી અને અંગુઠો જ્યાં એકબીજાને સ્પર્શ કરે છે ત્યાં હલકો નાડી સ્પંદન અનુભવાય છે. અને ત્યાં ધ્યાન લાગવાથી ચિત્તનું ભટકવાનું બંધ થઈને ચિત્ત સ્વયં એકાગ્ર થઇ જાય છે.
જ્ઞાન મુદ્રા વિદ્યાર્થીઓ માટે કોઈ વરદાનથી ઓછું નથી. એના અભ્યાસથી સ્મરણ શક્તિ ઉન્નત અને બુદ્ધિ તેજ થાય છે.
અકારણ આંગળીઓના ટચકા ફોડવા, પંજા લડાવવા, વ્યર્થમાં પગને હલાવવા અથવા આંગળીઓને કોઈ પ્રકારે અનુચિત સંચાલન કરવાની આદતોથી મસ્તક તથા સ્નાયુ મંડળ પર ખરાબ અસર પડે છે. પ્રાણશક્તિ વેડફાય છે. અને સ્મરણ શક્તિ કમજોર થાય છે. જયારે જ્ઞાન મુદ્રાનો નિરંતર અભ્યાસ કરવામાં આવે તો એમની બૌદ્ધિક પ્રતિભા પહેલાનાં જેવી થઇ જાય છે.
જો માનસિક વિકૃતિ યુક્ત અથવા મંદ - બુદ્ધિ બાળક કે બાળકીઓ, જેમનો માનસિક વિકાસ અવરુદ્ધ થઇ ગયો છે. એમને જ્ઞાન મુદ્રાની આદત પાડવામાં આવે તો થોડા સમયમાં એમની બૌદ્ધિક પ્રતિભામાં મહત્વપૂર્ણ પરિવર્તન થઇ જાય છે.
અંગૂઠો બુદ્ધિ અને શક્તિનું કેન્દ્ર છે. જ્ઞાન મુદ્રામાં અંગૂઠાનો જે ભાગ તર્જની આંગળીથી દબાય છે. ત્યાં વિદ્યમાન પિટ્યુટરી અને પિનિયલ અંત:સ્ત્રાવી ગ્રંથીઓનું કેન્દ્ર પણ દબાય છે. એનાથી શિરમાં આવેલી આ બંને મહત્વપૂર્ણ ગ્રંથીઓ પ્રભાવિત થાય છે. આ ગ્રંથીઓને કેવળ આપણા શરીરનું સારી રીતે ગઠન અને વિકાસ કરવામાં સહાયક થાય છે. પરંતુ મસ્તકનું નિયંત્રણ પણ કરે છે.
પિટ્યુટરી ગ્રંથી જો સારી રીતે કામ ન કરે તો બાળકો ઉપદ્રવી - ક્રોધી, ચંચળ, અસત્યવાદી, અને ચોરપણા બની શકે છે. જ્ઞાન મુદ્રાના કંઈક લાંબા સમયના અભ્યાસથી પિટ્યુટરી ગ્રંથી સારી રીતે કામ કરવા લાગે છે. જેનાથી એવા બાળક - બાલિકાઓનો સારી રીતે શારીરિક અને માનસિક વિકાસ થવા લાગે છે. અને એમના સ્વભાવમાં પણ ઉપરથી નીચે સુધી પરિવર્તન આવીને ખરાબ આદતો છૂટી જાય છે.
જ્ઞાન મુદ્રાના અભ્યાસથી ન કેવળ સ્મરણ શક્તિ તેજ અને બુદ્ધિ પ્રખર થાય છે. પરંતુ આગળ જઈને અંતમાં દિવ્યદષ્ટિની પણ પ્રાપ્તિ થવાની સંભાવના છે.
સાધનાના ક્ષેત્રમાં સાધક દ્વારા સતત જ્ઞાન મુદ્રાની સાધનાથી સાધકના જ્ઞાન ક્ષેત્ર ( શિવ-નેત્ર ) ખુલી શકે છે. અંર્તદષ્ટિ પ્રાપ્ત થઈને છઠ્ઠી ઈન્દ્રિયનો વિકાસ થઇ શકે છે. દિવ્ય ચક્ષુના ખૂલવાથી સાધક ત્રિકાળની ઘટનાઓને યથાવત જોઈ શકવા તથા બીજાના મનની વાતોને જાણી શકવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે.
અનિંદ્રાના રોગમાં જ્ઞાન - મુદ્રાનો પ્રયોગ રામબાણ છે. સતત ચિંતાઓ તથા માનસિક કાર્યોનું દબાણ નિરંતર ગભરાહટ, વ્યાકુળતા અને ભય સ્નાયુ મંડળ પર અહિતકારી પ્રભાવ પાડે છે. અને નિંદ્રા ગાયબ ( દૂર ) થઇ જાય છે. એવી સ્થિતિમાં જ્ઞાન મુદ્રાનો પ્રયોગ, નિંદ્રા લાવવાવાળી શામક દવા ' સ્લિપીંગ પિલ્સ ' ની માફક એક ' યોગિક ટ્રાન્કવી લાઈઝર ' નું કાર્ય કરે છે. જુનો અનિંદ્રાનો રોગ ત્રણ દિવસમાં જ જ્ઞાન મુદ્રાના અભ્યાસથી દૂર થઇ જવાના પ્રમાણ મળ્યા છે
પ્રાણ મુદ્રા
મુદ્રા કરવાની રીત :-
કનિષ્ઠિકા અને અનામિકા ( સૌથી નાની અને એની પાસેની ) આંગળીઓના આગળના ભાગને અંગુઠાના આગળના ભાગ સાથે મેળવવાથી પ્રાણ મુદ્રા બને છે. શેષ બે આંગળીઓ સીધી રહે છે.
વિશેષ :-
- પ્રાણ મુદ્રા એક અત્યાધિક મહત્વપૂર્ણ મુદ્રા છે. માનવ શરીર ઘણું જ અદભૂત અને રહસ્યમય છે. જેના સંબંધમાં ઋષિ – મુનિઓએ અનંતકાળ સુધી તપ, સ્વાધ્યાય, આત્મ સાધના કરીને કેટલાય મહત્વપૂર્ણ અનુસંધાન કર્યા છે.
- પ્રાણ શક્તિનો સંચાર કરવાવાળી આ પ્રાણ મુદ્રાના અભ્યાસથી કમજોર વ્યક્તિ પણ શારીરિક અને માનસિક દષ્ટિથી એટલો શક્તિશાળી બની જાય છે, કે કોઈ રોગ અથવા સંક્રમણરૂપી શત્રુની શરીરમાં ઘુસણખોરી કરવાનું સહેલું રહેતું નથી. પ્રાણ શક્તિની કમીથી શરીર વિભિન્ન રોગોનો શિકાર બને છે.
- જ્યોતિષના હિસાબથી સૂર્યની આંગળી અનામિકા સમસ્ત વિટામીન અને પ્રાણ શક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે. બુધની આંગળી કનિષ્ઠિકા યુવા શક્તિ અને કુમાર અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અથવા સૂર્ય, બુધની આંગળીઓને અગ્નિના પ્રતિક અંગુઠાની સાથે અ મુદ્રાનો પ્રયોગ મહત્વપૂર્ણ છે. આ મુદ્રાના અભ્યાસથી જીવન અને બુધ રેખાનો દોષ દૂર થાય છે. અને શુક્રના અવિકસિત પર્વતનો વિકાસ થવા લાગે છે.
- આ મુદ્રામાં પૃથ્વી તત્વની પ્રતિક અનામિકા અને જળ તત્વની પ્રતિક કનિષ્ઠિકા અને અંગૂઠા અથવા અગ્નિ તત્વ અંગુઠાનું મિલન થાય છે. જેના પરિણામ સ્વરૂપ ન કેવળ શરીરમાં પ્રાણ શક્તિનો સંચાર થાય છે. પરંતુ રક્ત સંચાર ઉત્પન્ન થવાથી રક્ત નળીકાઓની રુકાવટ દૂર થાય છે. અને તન – મનમાં નવ સ્ફૂર્જી આશા અને ઉત્સાહ ઉત્પન્ન થાય છે.
સમયની સીમા :-
આ મુદ્રાનો અભ્યાસ બધા જ સ્વસ્થ અને અસ્વસ્થ વ્યક્તિ ઈચ્છા અનુસાર ગમે ત્યારે કરી શકે છે. એ સમયે કોઈ બેઠા હોય કે સુતા હોય અથવા ફરી રહ્યા હોય, પ્રાણ શક્તિની વૃદ્ધિને માટે પ્રાણ મુદ્રાનો અધિકાધિક પ્રયોગ કરી શકાય છે.
લાભ :-
પ્રાણ મુદ્રાનો રોજ અધિકાધિક પ્રયોગ કરવાથી શરીરમાં પ્રાણ શક્તિ અને રોગ નિરોધક શક્તિ વધે છે.
વિટામીન - સી ની ખામી દૂર થાય છે.
સ્નાયુવિક રૂપથી કમજોર વ્યક્તિ ફરી સબળ થાય છે.
થાક લાગે તો અ મુદ્રા કરવાથી થાક દૂર થાય છે.
પ્રાણ મુદ્રા દ્વારા આંખો પર સારો પ્રભાવ પડે છે. આંખોના બધા જ દોષ અને બધા જ પ્રકારની બીમારીઓ દૂર થઈને આંખોની જ્યોતિ વધે છે. આંખોને સ્વસ્થ રાખવાની ઇચ્છાવાળા વ્યક્તિએ આ મુદ્રાનો અભ્યાસ નિત્ય ઓછામાં ઓછી 5 મિનિટ સુધી કરવો જોઈએ.
અનિંદ્રામાં એને જ્ઞાન મુદ્રાની સાથે અને ડાયાબિટીસમાં એને અપાન મુદ્રાની સાથે સહયોગી મુદ્રાના રૂપમાં કરવાથી સારું રહે છે.
યોગ સાધના અથવા મહિનાઓ લાંબી તપશ્ચર્યા દરમિયાન અન્ન - જળ ન લેવાથી અત્યંત કૃશતા અને કમજોરીનો અનુભવ થઇ રહ્યો હોય તો એવી પરિસ્થિતિમાં પ્રાણ મુદ્રામાં સાધના કરવાથી સાધકને ભૂખ - તરસની તીવ્રતા સતાવતી નથી.
શરીરની ગરબડ દૂર કરવા તથા એનાથી શારીરિક, માનસિક, અને આધ્યાત્મિક વિકાસમાં સહાયતા થઇ શકે છે અને જેની સહાયતાથી જનસાધારણ પોતાના રોગોથી રક્ષા તથા સારવાર સ્વયં કરી શકે છે.
વાયુ મુદ્રા
મુદ્રા કરવાની રીત :-
તર્જની ( અંગૂઠાની બાજુવાળી ) આંગળીને વાળીને અંગૂઠાની જડમાં લગાવી, એને અંગૂઠાથી સહેજ દબાણ આપવાથી વાયુ મુદ્રા બને છે.
વિશેષ :-
- આ મુદ્રા કરવાથી વાયુ તત્વ ઘટે છે. વાયુ મુદ્રાના પ્રભાવથી રોગીના શરીરમાં વાયુ – તત્વ શીઘ્રતાથી ઘટવા લાગે છે. અને વાયુના કૃપિત થવાથી ઉત્પન્ન થવાવાળા બધા જ રોગ શાંત થઇ જાય છે.
- વાયુ મુદ્રાની સહયોગીની પ્રાણ મુદ્રા છે. જો વાયુ મુદ્રાના પ્રયોગથી કોઈવાર રોગને શાંત પડવામાં વાર લાગે તો વાયુ મુદ્રાની સાથે પ્રાણ મુદ્રાનો અભ્યાસ થોડા સમય માટે કરવો હિતકર છે. આમ પણ બધા રોગોમાં પ્રાણ મુદ્રાનો પ્રયોગ પ્રાણ શક્તિને વધારવા માટે લાભદાયક હોય છે.
- હસ્ત રેખા વિજ્ઞાનની દષ્ટિએ વાયુ મુદ્રાથી શની પર્વત અને રેખાના દોષ દૂર થાય છે.
- આ મુદ્રા કરવાથી શરીરમાં આકાશ તત્વ વધે છે. જેનાથી આકાશ તત્વના ઓછા થઇ જવાથી ઉત્પન્ન થવાવાળો રોગ થોડા જ દિવસોમાં શાંત થઇ જશે.
- મધ્યમાં આંગળીને હૃદયની સાથે ખાસ સંબંધ છે. એટલે આ મુદ્રા હૃદયને માટે લાભકારક છે. આપે જોયું હશે કે અધિકતર જપ – ક્રિયા કે માળા ફેરવવામાં મધ્યમાં આંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. માળા ફેરવવાનું વિધાન ( અર્થ ) ભૌતિક સુખોની પ્રાપ્તિ જેવી કે દ્રવ્ય પ્રાપ્તિ, પરિવારની શાંતિ, સંતાન પ્રાપ્તિ, વગેરેને માટે માળા ફેરવતા સમયે માળા અંગૂઠા પર રાખીને મધ્યમાં આંગળીથી માળા ફેરવવાનું વિધાન છે.
- જયારે મોક્ષના અભિલાષી એ અનામિકા આંગળીથી અને વેર – કલેશ વગેરેના નાશને માટે તર્જની આંગળીથી માળા ફેરવવાનું યોગ્ય છે. એના સિવાય માળા ફેરવતા સમયે માળાને જમણા હાથના અંગૂઠા પર રાખીને હૃદયની પાસે સ્પર્શ કરીને રાખવી જોઈએ. માળાના મણકાને ફેરવતા સમયે માળાને નખ ન વાગે અને મેરુનું ઉલ્લંઘન ન થાય. અન્યથા લાભ ઓછો થાય છે.
- એના સિવાય માળાના સંબંધમાં એ પણ નિયમ છે કે માળા સાફ, સમાન, અને પૂરા 108 મણકાવાળી તથા સુંદર સુમેરુવાળી હોવી જોઈએ. સુભ કાર્યોને માટે સફેદ માળા અને કષ્ટ નિવારણ માટે લાલ માલનો પ્રયોગ લગભગ કરવામાં આવે છે.
- માળાની માફક પ્રણામ કરવાનું વિધાન પણ અર્થપૂર્ણ છે. પ્રણામ કરવાને માટે પ્રણામ કરવાવાળા વ્યક્તિને આપણે હાથોને ક્રોસ બનાવીને પ્રણામ કરવા જોઈએ. એટલાકે ડાબા હાથ થી ડાબો પગ અને જમના હાથ થી જમણો પગ એનાથી પૂજનીય વ્યક્તિના શરીરમાંથી નીકળવા વાળો વિદ્યુત પ્રવાહ (ઋણાત્મક અને ઘનાત્મક – નેગેટીવ અને પોઝીટીવ પ્રવાહ) અથવા તેજસનો પ્રભાવ ચરણ સ્પર્શ કરવાવાળાને માટે કલ્યાણકારી સિદ્ધ થશે.
- હસ્તરેખા વિજ્ઞાનની દ્રષ્ટિથી શનિ ગ્રહ સાથે સંબંધ રાખવાવાળા રોગોમાં આ મુદ્રા લાભદાયક સિદ્ધ થશે, જયારે જન્મ કુંડળીમાં શનિ નીચેનો હોય છે તો લાભ થઇ શકે.
- અષ્ટાંગ યોગ ( યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ ) નું એક અંગ ધ્યાનની સાધનામાં આ મુદ્રા વિશેષરૂપથી સહાયક સિદ્ધ થઇ છે.
- સહજ ધ્યાન મુદ્રા :- જે વ્યક્તિ પદ્માસન કરી શકતા નથી એમણે ધ્યાન મુદ્રા સુખાસન અથવા સ્વસ્તિક અથવા પલાઠી આસનમાં બેસીને કરવી જોઈએ. આ સહજ ધ્યાન મુદ્રા છે. સહજ ધ્યાન મુદ્રાને સાધારણ વ્યક્તિ અધિક લાંબા સમય સુધી સરળતાથી કરી શકે છે.અને ધ્યાન મુદ્રાના લાભ પણ મળી જાય છે.
- ધ્યાન યોગ મુદ્રા :- ધ્યાન મુદ્રામાં જોં જમણી હથેળી પર ડાબી હથેળી રાખીને બંને હાથના અંગૂઠાને પરસ્પર મેળવીને રાખવામાં આવે તો એક એવી યોગ મુદ્રા બની જાય છે જે લાંબા ધ્યાનને માટે ઉપયોગી છે. અને લાંબા અભ્યાસથી સાધકના મુખમંડળ પર દિવ્ય આકર્ષણ કે ઓરા(તેજસ) નું અજ્ઞાત, અદ્રશ્ય, આભામંડળ એની પાસે આવવાવાળા લોકોને પ્રભાવિત કરવા લાગે છે.
- ધ્યાન મુદ્રામાં જો હથેળીઓ એક-બીજા પર રાખ્યા બાદ બંને હથેળીઓ જ્ઞાન મુદ્રાની સ્થિતિમાં રાખવામાં આવે તો ધ્યાન મુદ્રા તથા જ્ઞાન મુદ્રાના સમ્મિલીત લાભની સાથે પ્દ્માંસનના લાભ પણ મળી જાય છે.
સમયની સીમા :-
તીવ્ર વાયુ રોગ થતાં જ 45 મિનિટ સુધી આ મુદ્રાને કરવાથી 12 થી 24 કલાકમાં લાભ થાય છે. વાયુની જૂની બીમાંરીયોમાં આ મુદ્રા રોજ 15 મિનિટથી 45 મિનિટનો અભ્યાસ કરવાથી ધીરે – ધીરે ફાયદો થાય છે. વાયુ દર્દ, કમ્પન વાયુ, ગાંઠો વગેરે જુના રોગીઓને ઘણા લાંબા સમય સુધી આ મુદ્રા કરવાથી લાભ થાય છે. પરંતુ રોગ શાંત થઇ જાય પછી વાયુ મુદ્રાનો અભ્યાસ બંધ કરી દેવો જોઈએ.
લાભ :-
આ મુદ્રાથી બધા જ પ્રકારના વાતરોગ જેવા કે ગઠિયા, કંપન વાયુ, અથવા હાથ - શિર વગેરેનું સ્વયં કાપવું કે હલવું, સાયટિકા, વાયુશૂળ, લકવા વગેરે દવા વિના સારા થઇ શકે છે. એવા રોગીઓને આ મુદ્રાનો અધિકાધિક અભ્યાસ કરવાની જરૂરત રહે છે.
વાયુ મુદ્રાથી કંપન વાયુનો કષ્ટ સાધ્યરોગ થોડા સમયમાં સારો થઇ જાય છે.
મોં વાકું થઇ જવાથી અને ગર્દન જકડાઈ જવાથી તથા સર્વાઈકલ સપોડીલાઈસીસમાં વાયુ મુદ્રાનો પ્રયોગ લાભદાયક છે. વાયુ મુદ્રા કરવાથી હાથના મણીબંધની વચમાં વાતનાડીમાં બંધ લાગી જાય છે. વાતજન્ય ગરદનના દર્દમાં વાયુ મુદ્રા લગાવ્યા બાદ હાથના કાંડાને જમણી બાજુ ઘુમાંવવાથી વાતનાડીમાં ખટ-ખટની ધ્વની થાય છે. જે કાંડાને બીજા હાથથી પકડીને વાત નાડી પર અંગુઠાથી હલકું દબાણ આપીને ગોળાકાર - જમણી અને ડાબી બાજુ બે - ચાર વાર ઘુમાંવવાથી બંધ થઇ જાય છે. ખટ - ખટની ધ્વનિ સમાપ્ત થતા જ ગરદનના દર્દમાં આરામ થઇ જાય છે.
જો જકડવાનું દર્દ જમણી તરફની ગરદનમાં હોય તો જમણા કાંડાને ઘુમાવવું જોઈએ. અને જો ગરદનની ડાબી તરફ દર્દ હોય તો ડાબા કાંડાને ઘુમાવવું જોઈએ. અને પૂરી ગરદન હોય તો બંને કાંડાને એકના પછી બીજું ડાબી - જમણી બાજુ ઘુમાવવું જોઈએ. મોં ના અર્ધા ભાગમાં મોં વાંકું થઇ જાય તો પણ ગરદન જકડાઈ જવામાં જે પ્રકારે હાથનું કાંડું ઘુમાંવવામાં આવે છે. એ જ પ્રકારે ઘુમાંવવાથી લાભ થાય છે.
ઘુટણોના દર્દમાં વાયુ મુદ્રા વિશેષ ઉપયોગી સિદ્ધ થાય છે.
આકાશ મુદ્રા
મુદ્રા બનાવવાની રીત :-
મધ્યમાં ( સૌથી મોટી આંગળી ) ને અંગુઠાના અગ્રભાગ સાથે મેળવવાથી આકાશ મુદ્રા બની જાય છે. બાકીની આંગળીઓ સહજ સીધી રાખવી જોઈએ.
વિશેષ :-
સમયની સીમા :-
આ મુદ્રાનો પ્રયોગ આવશ્યકતા અનુસાર સીમિત સમય સુધી કરી શકાય છે.
લાભ :-
આકાશમુદ્રાનો નિરંતર અભ્યાસ કરવાથી હાડકાઓની બધાજ પ્રકારની કમજોરી દુર થાય છે.
જો બગાસું ખાતા અચાનક જડબું ફસાઈ જાય અને મુખ બંધન થાય તો એજ ક્ષણે અંગુઠાને મધ્યમાં આંગળીની સાથે ઘસવા કે ચપટી વગાડવાથી ફસાયેલું જડબું તાત્કાલિક ખુલી જશે. એ જ કારણ છે કે ઘણા લોકો બગાસું ખાતા ખાતા (કારણ ના જનતા હોવા છતાં પણ) આજ મધ્યમાં અને અંગુઠાને મો પાસે લઇ જઈને ચપટી વગાડે છે.
હૃદય રોગોમાં આ મુદ્રા લાભકારી છે.
કાનનો રોગ જો શૂન્યમુદ્રા કરવાથી દુર ન થાય તો એ આકાશમુદ્રા કરવા દ્વારા સારો થઇ શકે છે.
ધ્યાન મુદ્રા
મુદ્રા બનાવવાની રીત :-
પદ્માસનમાં બેસીને જમણા હાથની હથેળી પર ડાબા હાથની હથેળીને ( ઉલટા હાથ પર સીધા હાથને ) સહેજ હલકા દબાણથી રાખવાથી ધ્યાન મુદ્રા બને છે.
ધ્યાન રાખવું કે શીર – ગર્દન, રીઢનું હાડકું વગેરે સીધા રહે, આંખો અને હોઠ સહજતાથી બંધ રહે. ધ્યાન પોતાના ઈષ્ટદેવના સ્વરૂપ પર સ્થિર કરવું. અથવા કાર્યોત્સર્ગ કરવો. શરીરથી શાંત રહી થોડા સમયને માટે વિચાર રહિત અવસ્થામાં રહેવાનો પ્રયાસ કરવો.
વિશેષ :-
સમયની સીમા :-
સાધકને માટે ધ્યાન મુદ્રામાં સમયની કોઈ સીમા નથી. સહજતાની સાથે પદ્માસન કરવાની ક્ષમતાના અનુરૂપ ધ્યાન મુદ્રાનો અભ્યાસ કરવો જોઈએ. સાધારણ વ્યક્તિએ એને ધીરે-ધીરે વધારતા રહીને ઓછામાં ઓછી 20 મિનિટથી એક કલાક સુધી કરવી જોઈએ. ધ્યાન મુદ્રા ન કરી શકવાની અવસ્થામાં સહજ ધ્યાન મુદ્રા કરીને લાભ ઉઠાવવો જોઈએ.
લાભ :-
ધ્યાન મુદ્રાથી માનસિક શાંતિ મળે છે. અને સ્નાયુ મંડળને બળ મળે છે.
મનની ચંચળતા શાંત થઇને ચિત્તની એકાગ્રતા વધે છે. સાત્વિક વિચારોથી ઉત્પત્તિ થાય છે. એન પ્રભુ ભજનમાં મન લાગે છે.
સાધકને ધ્યાનના પ્રભાવથી ધ્યાનની ઉચ્ચતર સ્થિતિમાં પહોંચાડવામાં સહાયતા મળે છે.
આત્મ સાક્ષાત્કાર અને ઈશ્વરના સાક્ષાત્કારમાં આ મુદ્રા સહાયક છે.
No comments:
Post a Comment