સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Wednesday, April 21, 2010

life












જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .
શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .
જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.
મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.
તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .
તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?
આંખો મીંચીને ચાલશું અંધકારમાં

‘મરીઝ’શંકા વધી જશે તો સમર્થન બની જશે .
- ‘મરીઝ’








નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં 'આદિલ',
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
'આદિલ' મન્સૂરી




LUNGS&RESPIRATORY SYSTEM




(૧) …ફેફસાઓ (LUNGS)

શરીરના છાતીના ભાગે અંદર છે બે ફેફસાઓ (LUNGS), જેની વચ્ચે છે માનવીનું હ્રદય….છાતીનો ભાગ પ્રભુએ એવી રીતે બનાવ્યો છે કે એ જ્યારે ફેફસાઓ બહારની હવાને અંદર ખેંચે ત્યારે એ ફુલે, અને તે માટે પાંસરીઓની બનેલી છાતી પણ મોટી હોય શકે.
આ પ્રમાણે, બહારની હવા ફેફસાઓમાં ! આ બહારની હવામાં પ્રાણવાયુ (OXYGEN) પણ હોય….એની શરીરને જરૂરત !….હવે , તમે ફરી ડાયાગ્રામો નિહાળો….ફેફસાઓનું બંધારણ એવું છે કે એ અનેક નાની નાની આલ્વેઓલાઈ (ALVEOLI) થી એનો આકાર લેય છે……અહી લોહી અને બહારથી આવેલી હવા નજીક આવે છે……એ હવામાંથી “પ્રાણવાયુ” જ લોહીમાં લેવાય, અને અશુધ્ધ લોહીમાંનો કર્બન ડયોક્સાઈડ (CARBON DIOXIDE) આલ્વેઓલાઈમા રહેલી હવા સાથે ભળી એ ફરી નાક દ્વારા બહાર આવે…..આ પ્રમાણે આ કાર્ય શરીર કરતું રહે….અને આપણને એની જાણ પણ ના રહે…કેવી છે પ્રભુની કળા..આ માનવ રચના !

(૨) …વાયુ નળીઓ (AIRWAYS..TRACHEA, BRONCHI & BRONCHIOLES)

હવે તમે ફરી ડાયાગ્રામો નિહાળો…..નાકના નસખોરાથી હવા આપાણા શારીરમાં પ્રવેશ કરે…ત્યાં એની શરૂઆત,,,,અને ત્યાંથી ગળા તરફ જતા એ લેરીન્ક્શ (LARYNX) બની, ટ્રાકીયા (TRACHEA) બની એમાંથી બે બ્રોન્ચાઈ (BRONCHI) બની, નાની નાની નળીઓ (BRONCHIOLES) થઈ ફેફસાઓની આલવીઓલાઈ (ALVEOLI) સુધી પહોંચે છે.

આ પ્રમાણે જે (૧) અને (૨)નું વર્ણન કર્યું તેને “રેસપીરેટારી સીસ્ટમ” ( RESPIRATORY SYSTEM) કહેવાય છે.

પણ, આટલી જાણકારી દ્વારા ફેફસાઓના રોગો કે અન્ય રોગો સમજવા સરળતા રહેશે.
તો, આ પોસ્ટ તમોને ગમી ? જે જાહ્યું તે ઉપયોગી હશે ? ..કે પછી તમે એ બધું જ જાણતા હતા ? …અને, તમે એ બધું જાણતા હોય તો પણ, તમારૂં જ્ઞાન આ પોસ્ટ વાંચી તાજું થયું હશે, એવું મારૂં માનવું છે ! ધીરજ રાખી, તમે આ પોસ્ટ વાંચી તે માટે “આભાર” !

FRIENDS


આભાર તારો કે આવી મિત્રતા આપી,
આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,
દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,
પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી...
કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,
મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,
નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,
આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,
હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,
તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી......

ન પુછો એ દોસ્તો કે કેવી અમે એવી ની ચોટ ખાધી છેકે
ભાવ અમારા ઉપસાવતા ખુદ ચિત્રકાર ને રડવુ પડ્યુ...!!!
આપતા અર્પી દીધી જીંદગી વિરહ ને હવાલે એણે
પછી હાલ આ નિહળી ખુદ સર્જનહાર ને રડવુ પડ્યુ...!!!

પ્રેમ એટલે હું નહીં…પ્રેમ એટલે તું ય નહીં…
પ્રેમ એટલે-‘હું’ થી ‘તું’ સુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી…
પ્રેમ એટલે
મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…
પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…
પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ