સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

Thursday, September 2, 2010

સુવિચાર

વિચાર એક પ્રચંડ, અસીમ, અમર્યાદિત અને અણુશક્તિ કરતાં ૫ણ પ્રબળ શક્તિ છે.
વિચારો જ્યારે ઘનીભૂત થઈને સંકલ્પનું રૂ૫ ધારણ કરે છે
ત્યારે પ્રકૃતિ પોતે જ પોતાના નિયમોમાં ફેરફાર કરીને ૫ણ તેને માર્ગ આપી દે છે.
એટલું જ નહિ, તેને અનુકૂળ ૫ણ બની જાય છે.
માણસ જેવા વિચારો કરે છે તેવા જ આદર્શ, હાવભાવ, રહેણીકરણી વગેરે બની જાય છે.
એટલું જ નહિ, શરીરનાં તેજ, મુદ્રા વગેરે ૫ણ એવાં જ બની જાય છે. જયાં સદ્દવિચારોની પ્રચુરતા હોય ત્યાં વાતાવરણ ૫ણ એવું જ બની જાય છે. ઋષિઓના અહિંસા, સત્ય, પ્રેમ તથા ન્યાયના વિચારોથી પ્રભાવિત ક્ષેત્રમાં હિંસક ૫શુઓ ૫ણ હિંસા છોડીને અહિંસક ૫શુઓ સાથે વિચરણ કરે છે.
કુવામાં જેવો અવાજ કરવામાં આવે તેવો જ ૫ડધો ૫ડે છે.
આ સંસાર ૫ણ કૂવા જેવો જ છે.
માણસ જેવું વિચારે છે એવી જ પ્રતિક્રિયા વાતાવરણમાં થાય છે.
માણસ જેવું વિચારે છે એવું જ એની આજુબાજુનું વાતાવરણ બની જાય છે.
મનુષ્યના વિચારો શક્તિશાળી ચુંબક જેવા છે. તે સમાનધર્મી વિચારોને પોતાની તરફ ખેંચે છે.
એક સરખી ૫રિસ્થિતિઓ અને એકસરખાં સુખ, સુવિધા અને સમૃદ્ધિ ધરાવતા બે માણસોમાં ૫ણ પોતાના વિચારોની ભિન્નતાના કારણે ખૂબ અંતર જોવા મળે છે.
એક જણ જીવનમાં હંમેશાં સુખ, સુવિધા, પ્રસન્નતા, આનંદ, શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે, તો બીજો પીડા, શોક અને કલેશથી યુક્ત જીવન જીવે છે.
એટલું જ નહિ, કેટલાક લોકો મુશ્કેલીઓ તથા અભાવોથી ગ્રસ્ત જીવન જીવે છે, છતાં ૫ણ પ્રસન્ન રહે છે, તો કેટલાક સમૃદ્ધ હોવા છતાં જીવનને નરક જેવું દુઃખદ માને છે.
એક માણસ પોતાની ૫રિસ્થિતિઓમાં સંતુષ્ટ રહીને ભગવાનને ધન્યવાદ આપે છે,તો બીજો અનેક સુખ સગવડો મેળવવા છતાં ૫ણ અસંતુષ્ટ રહે છે અને બીજાઓને દોષ દે છે.
આનું કારણ એમના વિચારો જ છે.
સ્વામી રામતીર્થે કહ્યું છે, “મનુષ્યના વિચાર જેવા હોય છે તેવું જ તેનું જીવન બને છે.
-સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, “સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નથી. એમનો નિવાસ આ૫ણા વિચારોમાં જ છે.
“ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને ઉ૫દેશ આ૫તા કહ્યું હતું, -ભિક્ષાઓ, અત્યારે આ૫ણે જે કંઈ છીએ તે પોતાના વિચારોના કારણે છીએ અને ભવિષ્યમાં જેવા બનીશું તે ૫ણ આ૫ણા વિચારોને કારણે જ બનીશું.”
શેક્સપિયરે લખ્યું છે, “કોઈ ૫ણ વસ્તુ સારી કે ખરાબ નથી. તેના સારા કે ખરાબ હોવાનો આધાર આ૫ણા વિચારો જ છે.
“ઈસુ ખિસ્તે કહ્યું હતું, “માણસના વિચારો જેવા હોય છે તેવો જ તે બની જાય છે.”
અમેરિકન લેખક ડેલ કાર્નેગીએ પોતાના અનુભવોના આધારે લખ્યું છે. “જીવનમાં જો હું કોઈ સૌથી મહત્વપૂર્ણ બાબત શીખ્યો હોઉં તો તે છે વિચારોની અપૂર્વ શક્તિ અને મહત્તા. વિચારોની શક્તિ સર્વોચ્ચ તથા અપાર છે.”
મગજમાં સતત સદ્દવિચારો જ છવાયેલા રહે એના ઉત્તમ ઉપાય એ છે કે દરરોજ નિયમિત રૂપે સદ્દસાહિત્યનું વાંચન કરવામાં આવે.
વેદ, પુરાણ, ગીતા, ઉ૫નિષદ, રામાયણ, મહાભારત વગેરે ધાર્મિક સાહિત્ય ઉ૫રાંત સારા અને ઉચ્ચ વિચારો વાળા સાહિત્યકારોનાં પુસ્તકો વાંચવા જોઈએ.
આવાં પુસ્તકો પોતે ખરીદી શકાય અથવા તો બીજા લોકો પાસેથી માગીને કે પુસ્તકાલય માંથી લાવીને ૫ણ વાંચી શકાય.
જો પ્રયત્ન કરીએ તો આવું સારું સાહિત્ય ગમે ત્યાંથી મળી શકશે.
આત્મા કલ્યાણ માટે આધુનિક સુવિધાઓનો ઉ૫યોગ કરવો જોઈએ.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય

છોકરો અને સફરજનનું વૃક્ષ

ઘણા સમય પહેલાં સફરજનનું એક મોટું વૃક્ષ હતું. એક નાનકડો છોકરો ત્યાં રમવા આવતો. વૃક્ષની આસપાસ દોડતો, તેના પર ચઢતો, સફરજન ખાતો અને આનંદ કરતો. વૃક્ષ આથી ખૂબ ખુશ થતું.
સમય પસાર થતો ગયો .ધીમે ધીમે છોકરો મોટો થવા લાગ્યો. હવે તે વૃક્ષ પાસે બહુ રમવા બહુ ઓછો આવતો. વૃક્ષ રોજ તેની રાહ જોતું.
એક દિવસ છોકરો આવ્યો. વૃક્ષ બોલ્યું, “આવ, અને મારી આસપાસ રમ.” છોકરો બોલ્યો, ” હવે હું નાનકડું બાળક નથી. હું મોટો થઇ ગયો છું. મારે રમકડા ખરીદવા છે પણ મારી પાસે પૈસા નથી. તું મને મદદ કરી શકે???” વૃક્ષ બોલ્યું, “મારી પાસે પૈસા નથી પણ સફરજન છે. તું બધા સફરજન ઉતારી લે. તેને વેચી નાંખજે એટલે તને પૈસા મળી જશે. તેનાથી તું રમકડાં ખરીદજે.” છોકરાએ બધા સફરજન ઉતારી લીધા અને લઇ ગયો. ત્યારબાદ તે ઘણા સમય સુધી આવ્યો જ નહીં. વૃક્ષ ખૂબ દુઃખી થઇ ગયું. એકલવાયું થઇ ગયું.
ઘણા વખત પછી પેલો છોકરો વૃક્ષ પાસે આવ્યો. વૃક્ષ રાજીરાજી થઇ ગયું. તે બોલ્યું, “આવ, મારી આસપાસ રમ.” છોકરો બોલ્યો, “હવે તો હું મોટો માણસ બની ગયો છું. છોકરો નથી રહ્યો. મારી પાસે સમય નથી.ખૂબ કામ રહે છે. મારે પણ કુટુંબ છે અને તેનું મારે ધ્યાન રાખવું પડે છે. અમારે રહેવા માટે ઘર બનાવવું છે. તું મને મદદ કરી શકે??” વૃક્ષ બોલ્યું, ” મારી પાસે ઘર તો નથી પણ તું મારી ડાળીઓ કાપીને લઈ જા અને ઘર બનાવી લે.” તે માણસે તો બધી જ ડાળીઓ કાપી લીધી અને તે લઇને ચાલતો થયો.
ઘણાં વર્ષો વીતી ગયા.તે માણસ ફરી કદી આવ્યો જ નહીં. વૃક્ષ સાવ જ ઉદાસ અને એકલવાયું થઇ ગયું.
એક દિવસ તે આવ્યો અને તો ખુશ ખુશ થઇ યું. તે બોલ્યું, ” આવ, મારી આસપાસ રમ.” માણસ બોલ્યો, ” હવે તો મારી ઉંમર થઇ છે. હું ખૂબ જ થાકી ગયો છું. હું બોટમાં સફર કરી દૂર દૂર જવા માંગું છું. તું મને બોટ આપી શકે???” વૃક્ષ બોલ્યું, “મારી પાસે બોટ તો નથી પણ આ જાડું થડ છે. તે કાપીને લઈ જા અને બોટ બનાવી લે અને દૂરદૂર સફર માટે જા અને ખુશ રહે.”માણસે વૃક્ષનું થડ કાપી લીધું અને લઇ ગયો. હવે વૃક્ષ સાવ જ બુઠ્ઠું થઇ ગયું માત્ર મૂળ જ રહ્યા. તેના દુઃખનો પાર નહતો.
વળી પાછ ઘણા સમય પસાર થઇ ગયો. પેલો માણસ એક દિવસ આવ્યો. તે ખૂબ જ ઘરડો લાગતો હતો. વૃક્ષ બોલ્યું, ” હવે તો મારા મૂળ જ રહ્યા છે. હું કશું જ આપી શકું તેમ નથી. મારી પાસે સફરજન નથી કે તું ખાઇ શકે.”માણસ બોલ્યો, “મારે સફરજન ખાવા પણ નથી કેમકે મારે દાંત જ નથી કે હું કાપી કે ચાવી શકું.વૃક્ષ બોલ્યું,” હવે મારી પાસે ડાળીઓ પણ નથી કે તું ઉપર ચઢીને કુદાકુદ કરી શકે.” માણસ બોલ્યો,” હું હવે ઘરડો થઇ ગયો છું. તારી ઉપર ચઢી શકું તેમ જ નથી. “
તે બોલ્યો ” મારે હવે કશું જ નથી જોઇતું. હું શાંતિથી તારી પાસે બેસવા આવ્યો છું અને તારા દેહ પર મારું શરીર મૂકી આરામ કરવૉ છે.” વૃક્ષ આ સાંભળી ખૂબ ખુશ થયું કેમેકે હવે આ માણસ તેની પાસે રહેવાનો હાતો પણ તેની હાલત જોઇને રડી પડ્યું.
આપણા દરેકનાં જીવનમાં આવું એક વૃક્ષ હોય છે જ અને તે છે આપણાં મા-બાપ ……
આપણે ગમે તેટલા વ્યસ્ત હોઇએ તો પણ આપણા મા-બાપ માટે થોડો સમય ફાળવવો જ જોઇએ. કારણકે તેમણે આપણા માટે જે કર્યું છે તેનો બદલો તો આપણે વાળી સશકીએ તેમ જ નથી પણ તેમને સુખી, હૂંફની થોડી ક્ષણો આપી શકીએ તો આપણું જીવ્યું સાર્થક ગણાય…..
જો આપણે તેમેને માટે આવો સમય ફાળવીશું તો જ આપણા બાળકો આપણા માટે પણ સમય ફાળવશે……..

Wednesday, September 1, 2010

SHOLLEY TO GUJARATI

કાલીયા અને અન્ય બે ડાકુઓને રામગઢના નાના નાના ડેવેલોપરોનું સોફ્ટવેર લૂંટવા મોકલે છે.
ત્રણેય જણા રામગઢ ના ચોકમાં જઈને બૂમો પાડે છે…
“અરે ઓ રામગઢ ના વાસીઓ, તમારૂ સોફ્ટવેર અમને આપી દો, નહીં તો આખા રામગઢની સિસ્ટમ ગબ્બરત્યાં બેઠા બેઠા હેક કરી નાખશે…”

ઠાકુર : કાલીયા, જા જઈને ગબ્બરને કહી દે કે રામગઢના પ્રોફેશનલ્સ હવેથી ગબ્બરને અને તેના ડમીડેવેલોપરો ને કોઈ સોફ્ટવેર સપ્લાય નહીં કરે
કાલીયા : વિચારી લો ઠાકુર, જો ગબ્બરને ખબર પડી કે તેના ડેવેલોપરોને રામગઢ માં થી સોફ્ટવેર નથી મળ્યા, તો સારૂ નહીં થાયકાલીયા : કોણ રોકશે અમને??
ઠાકુર : હું અને મારા માણસોત્રણેય ડાકુ જોર જોર થી હસે છે….
”ઠાકુર કોલ સેન્ટર વાળાની ફોજ બનાવી છે….”
ઠાકુર : કાલીયા, મોંઢુ ઊઠાવીને જો, ડીબગર્સ તારી સિસ્ટમ પર લોગીન કરી રહ્યા છે…
કાલીયા માથુ ઊંચુ કરીને જુએ છે,
સામે ટાંકી પર વીરૂ એનું નવુ લેપટોપ લઈને પાવર બીલ્ડર શરૂકરે છે અને બીજી બાજુ જય એન્ટીવાઈરસ ચલાવી રહ્યો છે.
વીરૂ : જા ગબ્બરને જઈને કહી દે કે એની સીસ્ટમ અમે હેક કરી લીધી છેઅને આટલુ બોલતા એ સ્ટાઈલ થી ગબ્બરની સિસ્ટમ હેક કરવા એન્ટર પર ક્લિક કરે છે.
ગબ્બરના અડ્ડા પરગબ્બર : કેટલા પ્રોગ્રામર હતા?

કાલીયા : બે સરકાર
ગબ્બર : હં…..એ બે હતા..આને તમે ત્રણ, તો પણ એ મારી સિસ્ટમ હેક કરી ગયા?
શું વિચારીને તમે પાછાઆવ્યા હતા?
કે સરદાર ખુશ થશે ?
એપ્રાઈઝલ આપશે…
નવુ એસાઈનમેન્ટ અને ઈન્ક્રીમેન્ટ મળશે એમ?
અહીં થી પચાસ પચાસ કોસ દૂરી પર જ્યારે કોઈ બાળક એની સિસ્ટમ પર લોગિન કરે છે તો એની મા એને કહે છે, કે બેટા લોગ આઊટ થઈ જા નહીં તો ગબ્બર તારી સિસ્ટમ ની પથારી ફેરવી નાખશે…
અને તમે મારા નામની પૂરે પૂરી પથારી ફેરવી નાખી??
આની સજા મળશે…જરુર મળશે…
ગબ્બર સાંભા પાસે થી X-Terminal છીનવી લે છે અને કહે છે….કેટલા સેશન છે આ મશીન માં?
સાંભા : છ સરકારગબ્બર હં….સેશન છ અનેપ્રોગ્રામર ત્રણ ?
બહુ નાઈન્સાફીછે…Logout…Logout….Logout…હં હવેબરાબર છે…
હવે સેશન પણ ત્રણ અને પ્રોગ્રામર પણ ત્રણ…
ગબ્બર : હવે તારુ શું થાશે કાલીયા?
કાલીયા : સરકાર મેં તમારો કોડ લખ્યો છે…
ગબ્બર : તો હવે ડોક્યુમેન્ટેશન પણ કર…

મને મળી ગયું બાળપણ બાગમાં

હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
-દલપતરામ
વૃક્ષ ઝુકી ઝુકી વંદન કરતાં નિહાળું,

પવન લહેરાય છે બાગમાં.
ફૂલો મહેંકતા અભિવાદન કરે,

રંગ-બેરંગી પતંગા શોભે બાગમાં.
કોયલ ટહુક, ટહુક કરતી સાંભળું,

નાચે મોર કળાકરી ખુશ બાગમાં.
ઝાકળ-બિંદુ ચમકી રહ્યુ પાનપર,

પક્ષીગણ ગીત ગાતા બાગમાં.
નિર્મળ ઝરણ વહેતું ધીરે ધીરે,

બાળ છબછબીયા કરતાં બાગમાં,
સુરજ નીચે નમી કરે ડોકિયું,

મને મળી ગયું બાળપણ બાગમાં.

SUVAS
















RAKHI USTAV 2010